المدة الزمنية 3:19

Latest News of Bhavnagar | After effects of Cyclone Tauktae | PGVCL ને ભારે નુકસાન | No Electricity

بواسطة Zee 24 Kalak
622 مشاهدة
0
7
تم نشره في 2021/07/22

Latest News of Bhavnagar | After effects of Cyclone Tauktae | PGVCL ને ભારે નુકસાન | No Electricity #Bhavnagar #Electricity #CycloneTauktae ભાવનગર જીલ્લામાં તાઉ-તે વાવાઝોડાનો કહેર તો સમી ગયો પરંતુ આ વાવાઝોડામાં પીજીવીસીએલને થયેલા ભારે નુકશાનને કારણે હજુ અનેક વાડી-ખેતરોમાં વીજ પુરવઠો બહાલ નથી થયો અથવા અનિયમિત અને અપૂરતો આપવામાં આવતો હોય જેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બે માસ જેટલા સમયગાળા બાદ ભાવનગરના બુધેલ વિસ્તારની વાડી-ખેતરોમાં પડી ગયેલા વીજપોલને ઉભા કરવા અને ત્યાં વીજપ્રવાહ કાર્યરત કરવામાં પીજીવીસીએલ ની ઢીલી નીતિને લઇ અને ખેડૂતોમાં રોષ છવાયો છે. ભાવનગરનું બુધેલ ગામ કે જ્યાં તાઉ-તે વાવાઝોડામાં વ્યાપક પ્રમાણમાં વિજપોલને નુકશાન થવા પામ્યું હતું. જેમાં ખાસ વાડી-ખેતરોમાં રહેલા વીજપોલ ધરાશાયી થતા આ વિસ્તારના ખેતરોમાં લાઈટ ગુલ થઇ ગઈ હતી. આજે આ ઘટનાને બે માસ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી પુરતો વીજપુરવઠો બહાલ નથી કરવામાં આવ્યો જેનું કારણ છે ભાવનગર પીજીવીસીએલ તંત્રની ઢીલીનીતિ અને ઉડાઉ જવાબ. હાલ ચોમાસા ઋતુ કાર્યરત છે અને વરસાદ ખેંચતા ખેડૂતો પોતાના ખેતરોના કુવાનું પાણી મૌલાતોને આપવા મજબુર છે પરંતુ લાઈટ ન હોય અથવા માત્ર કલાક-બે કલાક માટે જ આવતી હોય ખેડૂતોના ઉભા પાકને પુરતું પાણી ના મળતા ભારે નુકશાન થઇ રહ્યું છે. એક તરફ રાજ્યસરકાર ખેડૂતોને તેના ખેતરોમાં ૧૦ કલાક વીજળી મળી રહે તે દિશામાં કાર્ય કરી રહી છે જયારે બીજી તરફ ભાવનગર પીજીવીસીએલની આળસ અને ઢીલીનિતીને લઇ આજે વાવાઝોડાની ઘટનાને બે માસ જેટલો સમય વીતી જવા છતાં બુધેલ વિસ્તારની વાડી ખેતરોમાં વીજપુરવઠો કાર્યરત નથી કરી શક્યા, હજુ તો અનેક ખેતરોમાં વીજપોલ માત્ર લાઈનો વગર ઉભા નજરે પડી રહ્યા છે જયારે તૂટી ગયેલી લાઈનો કે નવી લાઈનો માટેના તાર રઝળી રહ્યા છે.ખેડૂતો પોતાના ખેતરોમાં લાઈટ આવે તે માટે વારંવાર સ્ચીચ ઓન કરી રહ્યા છે પરંતુ લાઈટ નાં આવતા તેનો મૂડ ઓફ થઇ જાય છે કારણ કે ઉભી મૌલાતો ને તેઓ છતાં પાણીએ પાણી નથી આપી શકતા, જયારે જયારે પણ આ વિસ્તારના ખેડૂતો લાઈટ માટે વીજ અધિકારીઓને ફોન કરે તો ક્યારેક ઉદ્ધત તો ક્યારેક આશ્વાસન રૂપી જવાબો જ માત્ર મળે છે પરંતુ લાઈટો પુરતી નથી આવતી ત્યારે હવે આ વિસ્તારના ખેડૂતો પીજીવીસીએલ સામે આંદોલનનો મોરચો માંડે તે પહેલા તેમને ખેતરોમાં લાઈટ પુરતી મળે તે દિશામાં કામગીરી કરે તે જરૂરી છે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

الفئة

عرض المزيد

تعليقات - 1